સુરેન્દ્રનગરથી મોટા સમાચાર / રાજકોટથી હેરોઈન ડ્રગ્સ વેચવા આવેલી મહિલાની અટકાયત
ગુજરાતમાંથી હાલ ATS, કોસ્ટગાર્ડ અને NCB સંયુક્ત ઓપરેશન કરી કરોડો રૂપિયાનું ડ

ગુજરાતમાંથી હાલ ATS, કોસ્ટગાર્ડ અને NCB સંયુક્ત ઓપરેશન કરી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, દરમ્યાન સુરેન્દ્રનગરથી ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં રાજકોટથી હેરોઈન ડ્રગ્સ વેચવા આવેલી મહિલાની પોલીસે અટકાયત કરી છે.
રીના ફતેમાં નામની મહિલા રાજકોટથી હેરોઈન ડ્રગ્સનું પેકીંગ કરીને સુરેન્દ્રનગરમાં યુવા વર્ગ અને બંધાણીઓને ડ્રગ્સ સ્પલાય કરતી હતી. પોલીસને માહિતી મળતા પાંચ હનુમાનજીના મંદિર નજીક આ મહિલાની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે આ મહિલા પાસેથી 10 ગ્રામ હેરોઈન ડ્રગ્સનો 87 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મહિલાની કડક પૂછપરછ હાથ ધરી છે.
ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
ગુજરાતમાં સતત બીજા દિવસે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય જળસીમામાંથી 173 કિલોનું 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદર નજીક જળસીમામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતા બંને આરોપીઓ પાકિસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા
ગત રોજ ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી કરતા 600 કરોડની કિંમતના 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-NCB અને ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.








