મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પીએમ મોદીની સભા પહેલા સુરેન્દ્રનગર ભાજપમાં ભંગાણ, લખતરમાં પડ્યાં 6 રાજીનામા

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા કરવાના છે, જો કે પીએમ મોદીની સભા પહેલા જ

પીએમ મોદીની સભા પહેલા સુરેન્દ્રનગર ભાજપમાં ભંગાણ, લખતરમાં પડ્યાં 6 રાજીનામા

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા કરવાના છે, જો કે પીએમ મોદીની સભા પહેલા જ સુરેન્દ્રનગર ભાજપમાં ભંગાણ થયું છે. સુરેન્દ્રનગરના લખતરમાં 6 સહકારી આગેવાનોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે.

લખતર માર્કેટિંગ યાર્ડના ડિરેકટર કલ્પરાજસિંહ રાણા અને ભૂપેન્દ્રસિંહ રાણા, લખતર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ મેન્ડેડ પરથી વેપારી પેનલમાંથી બિનહરીફ ચૂંટાયેલા પાર્થરાજસિંહ ઝાલા, લખતર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભુપતસિંહ રાણાએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. 

આ તમામ સહકારી આગેવાનોએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા મોકલી દીધા છે.  વડાપ્રધાનના આગમન પહેલા ભાજપમાંથી રાજીનામાં પડવાથી સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

વઢવાણમાં પીએમ મોદીની જનસભા

લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ  ચૂક્યું છે. આજે વડાપ્રધાન મોદીએ ડીસા અને હિંમતનગરમાં જનસભા સંબોધી,આવતીકાલે 2જી મેના રોજ પીએમ મોદી આણંદ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપની વિજય વિશ્વાસ જનસભાને સંબોધશે. 

આવતીકાલે સવારે 10 વાગ્યે આણંદ ખાતે સભાને સંબોધ્યા બાદ પીએમ મોદી 12 વાગ્યે સુરેન્દ્રનગરના વઢવાણમાં જનસભાને સંબોધશે. વઢવાણની જનસભામાં મોદી સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે.

આ સમાચાર શેર કરો