સુરેન્દ્રનગર: હરીપર નજીકથી ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના હરીપર નજીકથી ત્યજી દીધેલી નવજાત બાળકી જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા ખળ

સુરેન્દ્રનગર જિલ્લાના હરીપર નજીકથી ત્યજી દીધેલી નવજાત બાળકી જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં માતાએ માનવતા નેવે મૂકી હોઈ તેવો કિસ્સો સામે આવ્યો છે. નવજાત બાળકીએ જીવતી દાટી માતા બની ફરાર થઇ ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર દિવસમાં ત્યજી દીધેલી બાળકીઓ મળવાનો આ બીજો બનાવ છે.
હરીપર ગામની સીમમાં માલધારીઓ ઢોર ચરાવી રહ્યા હતા તે દરમિયાન ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. કોઈ અજાણી મહિલાએ બાળકીને જન્મ આપી અને ત્યજી દીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બાળકીનો કબજો લઈ સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બાળકીના વારસદારો કોણ છે તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજી જન્મેલી બાળકીઓ મળી આવવાના બનાવો વધતા સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે.
સુરેન્દ્રનગરમાં 6 દિવસ પહેલા પણ મળી હતી ત્યજી દીધેલી નવજાત બાળકી
મૂળી તાલુકાનાં લીયા ગામે તાજુ જન્મેલું નવજાત બાળકને તેની ક્રૂર જનેતાએ તરછોડી દીધેલી હાલતમાં અવાવરું જગ્યા પરથી મળી આવી હતી. જોકે બાળક તો ભગવાનનું રૂૂપ હોય છે જેથી એક રાહદારી દ્વારા અવાવરૂૂ જગ્યા પર ત્યજી દીધેલ બાળક પર નજર પડતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા થકી બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. સ્થાનિક પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યજી દીધેલ બાળકીના માતા અને પરિવારજનોની શોધખોળ આદરી હતી.








