મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયરે આત્મહત્યા કરી, ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું

ગુજરાતના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયરે આત્મહત્યા કરી છે. નીલેશ દુધરેજીયા નામના એન્જિનિ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયરે આત્મહત્યા કરી, ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું

ગુજરાતના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયરે આત્મહત્યા કરી છે. નીલેશ દુધરેજીયા નામના એન્જિનિયરે જોરાવરનગર રેલવે સ્ટેશન પર પસાર થઈ રહેલી  ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર કામના ભારણના કારણે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

 ટ્રેન નીચે પડતું મુકીને એન્જિનિયરે આત્મહત્યા કરી

ઘટનાની જાણ થતાં જ રેલ્વેના અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે  એન્જિનિયરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

એન્જિનિયરે આત્મહત્યા કરતા પરિવારજનો પણ ભાંગી પડ્યા

અકાળે એન્જિનિયરે આત્મહત્યા કરતા પરિવારજનો પણ ભાંગી પડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એન્જિનિયરની આત્મહત્યા પર સવાલો પણ ઉઠ્યા છે. 

આ સમાચાર શેર કરો