મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા, પોતે પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રાજકોટના જંગલેશ્વરમાં પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના સાતેક ઘા ઝીંકી દીધા બાદ પોતાના પે

રાજકોટ: પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા, પોતે પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રાજકોટના જંગલેશ્વરમાં પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના સાતેક ઘા ઝીંકી દીધા બાદ પોતાના પેટમાં પણ બે ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રેમિકાની માંગરોળ સગાઇ નક્કી થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ આ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે. ભક્તિનગર પોલીસે પ્રેમી સામે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે  છેલ્લા 10 વર્ષ કર્યા વધુ સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા.

પ્રેમિકાની અન્ય સ્થળ પર સગાઈ થતાં પ્રેમી ઉશ્કેરાયો

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ યુવતી (ઉ.વ. 25) ચાર બહેનો અને એક ભાઈ સાથે રહે છે. યુવતીના પાંચ વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા હતા. હાલ તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી. છેલ્લા પાંચેક વર્ષથી તેને સાત હનુમાન પાસે રહેતા સંજય વિનુભાઈ મકવાણા (ઉ.વ. 25) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા સમય પહેલા ભારતીની પરિવારના સભ્યોએ માંગરોળ સગાઇ નક્કી કરી હતી. જેની જાણ થતાં જ પ્રેમી સંજય ઉશ્કેરાઇ ગયો હતો અને અવારનવાર તેને સગાઇ અને લગ્ન નહીં કરવા ધાક ધમકી આપતો હતો.

યુવતી પર છરીના 7 ઘા ઝીંક્યા

યુવતી તેની બહેન સાથે મચ્છી વેચવાનો વ્યવસ્યા કરે છે. ગત રોજ સવારે ચોકમાં વાહન લેવા જઈ રહી હતી ત્યાં જ અચાનક તેનો પ્રેમી સંજય બાઇક પર ધસી આવ્યો હતો. તેણે  યુવતીમના છાતી, પગના સાથળ, પેટમાં, જમણા હાથમાં છરીના સાતેક ઘા ઝીંક્યા હતા. ત્યાર પછી પોતાના પેટમાં પણ છરીના બે ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પ્રેમીએ પોતાને 2 ઘા ઝીંક્યા

 મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બન્નેને તાત્કાલિકના ધોરણે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ગંભીર રીતે ઘાયલ યુવતીની હાલત ગંભીર ગણાવી હતી. પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીની બહેનની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપી સંજય સામે હત્યાના પ્રયત્નનો ગુનો નોંધ્યો હતો. 

પ્રાથમિક અહેવાલ મુજબ યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે યુવતીએ સંજયને તેની સાથે લગ્ન કરશે તેમ કહ્યું હતું. જો કે બાદમાં તેની માંગરોળ સગાઇ નક્કી થતાં સંજય ઉશ્કેરાઇ ગયો હતો. તે યુવતીને સતત કહેતો હતો કે હું તને મારી અને ખુદ પણ મરી જઇશ, એટલું જ નહીં તેણે યુવતી પાસેથી તેના મંગેતરનો નંબર લઇ તેને પણ જાન લઇ આવીશ તો તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સંજયની સતત ધમકીઓથી ત્રાસીને યુવતીે તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેને કારણે પોલીસે સંજયની અટકાયત પણ કરી હતી. તે વખતે પોલીસે યુવતીના  પરિવારજનોને હવે પછી સંજય હેરાનગતિ નહીં કરે તેવી બાંહેધરી પણ આપી હતી.  આમ છતાં આ ઘટના બનતા પરિવારજનો હતપ્રભ થઇ ગયા હતા. 

આ સમાચાર શેર કરો