સુરેન્દ્રનગર: સડલામાં પઠાણી ઉઘરાણીના ત્રાસથી યુવાને ઝેરી દવા પીને કરી આત્મહત્યા, પોલીસે ગુનો કર્યો દાખલ
રાજ્યમાં વધુ એક યુવાને વ્યાજખોરના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવ

રાજ્યમાં વધુ એક યુવાને વ્યાજખોરના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના સડલામાં વ્યાજખોરોની ચુંગલમાં એક યુવાન ફસાઈ ગયો હતો, અને તેણે આત્મહત્યા કરી ને જીવન ટૂંકાવ્યું હતું. યુવાને શખ્સ પાસેથી કેટલાક રૂપિયા વ્યાજે લીધા હતા. યુવાને વ્યાજની ચૂકવણી કરી દીધી હતી. છતાં શખ્સ વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા.
પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો
પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ
રઘુ નાનજી
દિનેશ ગણેશ પટેલ
પઠાણી ઉઘરાણીના ત્રાસથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા ગટગટાવી
યુવાનને ધમકાવતો હતો અને સતત રૂપિયા માંગતા હતા. પઠાણી ઉઘરાણીના ત્રાસથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારજનો યુવાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પોલીસે વ્યાજખોર સામે ગુનો દાખલ કર્યો
જ્યાં ફરજ ફર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી. પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો, અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.








