Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Video/ Surat Municipal Corporation's innovative experiment, launch of 'Pink Bus' with female driver

Video/ Surat મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવતર પ્રયોગ, મહિલા ડ્રાઇવર અને કંડક્ટર સાથે 'પિંક બસ'નો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની ઉત્તમ સુવિધા પૂરી પાડવા અને ખાસ કરીને મહિલાઓના ઉત્થાનને ધ્યાનમાં રાખીને એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આજે, સુરતમાં માત્ર મહિલાઓ માટેની પ્રથમ 'પિંક બસ' શહેરના રસ્તાઓ પર દોડતી થઈ છે.

App Store

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન

સુરત મહાનગર પાલિકા છેલ્લા કેટલાક સમયથી મહિલાઓના સ્વરોજગાર અને સશક્તિકરણ માટે પ્રયત્નશીલ છે. આશરે એક વર્ષ પૂર્વે જ SMC દ્વારા 'પિંક ઇ-ઓટો' પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી.  હવે આ દિશામાં આગળ વધીને, શહેરમાં દોડતી BRTS બસમાં પણ માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકે તે હેતુથી પિંક બસ દોડાવવાનો નિર્ણય લેવાયો હતો.

20 મહિનાની શોધખોળ બાદ મળી મહિલા ચાલક

પાલિકાના તંત્ર દ્વારા 20 મહિના પૂર્વે જ પિંક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ, આ બસની ખાસિયત એ છે કે તેમાં ડ્રાઇવર પણ મહિલા જ હશે. 20 મહિનાની લાંબી શોધખોળ બાદ આખરે મહિલા ચાલક મળતાં આજે આ પિંક બસ શહેરના રસ્તાઓ પર દોડતી થઈ છે.

આ બસમાં મહિલા ચાલકની સાથે-સાથે મહિલા કંડક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે.

ONGC BRTS થી સરથાણા નેચરપાર્ક સુધીનો રૂટ

આ પિંક બસ સુરતના ONGC BRTS બસ સ્ટેન્ડથી લઈને સરથાણા નેચરપાર્ક સુધીના રૂટ પર દોડશે. આ અધ્યતન બસમાં સુરક્ષા માટે કેમેરા સહિતની તમામ આધુનિક અને સારી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. મહિલા ડ્રાઇવર સાથે, માત્ર મહિલાઓ માટેની આ ખાસ વ્યવસ્થાથી મુસાફરી કરતી મહિલાઓ ભારે ખુશી વ્યક્ત કરી રહી છે.