Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Video/ Police's unique initiative, installing safety guards on vehicles

Video/ Surat પોલીસની અનોખી પહેલ, રસ્તા પર પસાર થતાં વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી જનજાગૃતિ ફેલાવી

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આગામી ઉતરાણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પતંગની ઘાતક દોરીને કારણે દર વર્ષે વાહનચાલકોના ગળા કપાવવાની અને અકસ્માતની અનેક ઘટનાઓ બનતી હોય છે. આ જીવલેણ અકસ્માતો રોકવા માટે સુરત પોલીસ દ્વારા વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

App Store

વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા

સુરત પોલીસ દ્વારા વાહનચાલકોના ટુ-વ્હીલર પર ખાસ સેફ્ટી ગાર્ડ (તાર) લગાવવામાં આવ્યા છે. આ ગાર્ડ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો રસ્તા પર પતંગની દોરી આવે, તો તે સીધી વાહનચાલકના ગળા સુધી ન પહોંચે અને અકસ્માત ટાળી શકાય. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે ઉતરાણના દિવસોમાં ગળામાં મફલર કે હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરવો.

પોલીસનું સ્ટોલ પર ચેકિંગ અને કડક સૂચના

પાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ શાહની અધ્યક્ષતામાં પોલીસ કાફલાએ વિસ્તારના પતંગ અને દોરીના સ્ટોલ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે દરેક સ્ટોલ પર જઈને તપાસ કરી હતી કે ક્યાંય પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ તો નથી થઈ રહ્યું ને? દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી છે કે જો તપાસ દરમિયાન ચાઈનીઝ દોરી મળી આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

નાગરિકોને અપીલ

પોલીસે લોકોને ચાઈનીઝ દોરી ન ખરીદવા અને જો ક્યાંય તેનું વેચાણ થતું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે.