Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat's air becomes toxic: AQI crosses 391, making it difficult to breathe in Surat, the winner of the Clean City award

VIDEO: સુરતની હવા બની ઝેરી: AQI 391ને પાર, સ્વચ્છ શહેરના એવોર્ડ વિજેતા સુરતમાં શ્વાસ લેવો મુશ્કેલ

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: 'ક્લીન સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં વાયુ પ્રદૂષણે ભયજનક સપાટી વટાવી છે. સમગ્ર દેશમાં સ્વચ્છ હવા માટે એવોર્ડ મેળવનાર સુરત શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આજે 391 સુધી પહોંચી જતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ છવાયું છે, જે પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે.

App Store

કયા વિસ્તારમાં કેટલી ઝેરી હવા? (વિસ્તારવાર AQI)
સુરતના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી નોંધાયું છે:
   વેસ્ટન પાર્ક: 382 (અત્યંત ગંભીર)
•    VIP રોડ: 262
•    ડભોલી: 262
•    તુલસી સોસાયટી: 232
•    અવધ ઉટોપિયા: 205

પ્રદૂષણ વધવા પાછળના મુખ્ય કારણો

સુરતમાં અચાનક વધેલા આ પ્રદૂષણ પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર માનવામાં આવે છે:
1.    બાંધકામની પ્રવૃત્તિઓ: સુરતમાં ચાલી રહેલા મોટા પાયે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સ અને તેના કારણે ઉડતી ધૂળ હવાની ગુણવત્તા બગાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
2.    ઔદ્યોગિક એકમો: શહેરની આસપાસ આવેલા ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને રાસાયણિક કણો હવામાં ભળવાથી પ્રદૂષણ બેકાબૂ બન્યું છે.

વહીવટી તંત્રની નિષ્ફળતા?
એક તરફ સુરત કોર્પોરેશન સ્વચ્છતાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ AQIનો આ આંકડો વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ માટેના નિયમોનું કડક અમલીકરણ ન થતા આજે સુરતની જનતા માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પ્રદૂષિત હવા શ્વાસની બીમારીઓ નોતરી શકે છે.