Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Students studying in miserable conditions due to lack of room in school

VIDEO: Dangમાં ભીંજાતું શિક્ષણ! શાળામાં ઓરડાના અભાવે દયનિય હાલતમાં ભણતા વિદ્યાર્થી

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News

એક તરફ રાજ્ય સરકાર આદિવાસી બાળકોને શિક્ષણની ભૂખ ઉગાડવા શાળા પ્રવેત્સોવની ઉજવણી કરે છે. ત્યારે 311 ગામોમાં  377 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાંથી 80થી વધુ શાળાઓમાં ઓરડાની ઘટ છે. વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમય બની ગયું છે. ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાનું શિક્ષણ દિન પ્રતિદિન બદત્તર બની રહ્યું છે. રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતો હોય છે. તેવા સંજોગોમાં ડાંગ જિલ્લાની મહતમ પ્રાથમિક શાળાઓમાં મહેકમની ઘટ છે. સાથે અપૂરતા ઓરડાઓને પગલે આદિવાસી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ મેળવવા ફાંફા પડી રહ્યા છે. 

App Store

તોડી પડાયેલા ઓરડાથી મુશ્કેલી વધી

વઘઇ તાલુકાની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરહદ પાસે આવેલ મોટામાળુંગા ગામે ધો 1 થી 8 સુધી શાળામાં 143 વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે. જેમાં 10 ઓરડાઓમાંથી 5 ઓરડાઓ જર્જરીત હોવાથી તોડી પાડવામાં આવ્યા છે. જે 1લી જાન્યુઆરીએ કાટમાળ પણ ખસેડી લેવાયો છતાં સ્કૂલનો પાયો પણ ન બનાવતા હાલ આદિવાસી વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં ઓટલા પર અને સાંકડા ઓરડામાં ઘેટાં બકરાની માફક ખીચોખીચ બેસાડી અભ્યાસ કરવા મજબુર બન્યા છે. આ સાથે જ વઘઇ તાલુકામાં 35 જેટલી શાળાઓમાં ઓરડાઓની ઘટને પગલે બાળકોની સ્થિતિ દયનિય બની છે. 

આયોજન વગર ઓરડા તોડાયા

આહવા તાલુકામાં પણ 30 થી વધુ પ્રાથમિક શાળાઓમાં પૂર્વ આયોજન વગર ઓરડાઓ તોડી પાડ્યા બાદ બાંધકામની શરૂઆત ન થતા હાલ ચોમાસામાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો બીજી તરફ ડાંગ જિલ્લાના છેવાડે આવેલ સુબીર તાલુકામાં પણ 20 શાળાઓમાં જર્જરીત થયેલ ઓરડાઓ તોડી પાડ્યા બાદ હાલ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ ન હોય આદિવાસી વિદ્યાર્થીઓનો ભવિષ્ય અધ્ધરતાલ બની જવા પામ્યો છે.  તેવા સંજોગો તંત્ર સરકારી નાણાંનો ધુમાડો કરી ગરીબ આદિવાસીઓ સાથે મજાક ઉડાવી રહી છે. ડાંગ જિલ્લામાં 1થી 5 અને 8 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ અંતર્ગત આવે છે. આવી સ્કૂલોમાં ઓરડાઓની કમી હોય બાળકોને વરસતા વરસાદ અને ઠંડી ઓટલા પર ખીચોખીચ બેસી અભ્યાસ મેળવવાની નોબત આવે છે.  

આંદોલનની ચીમકી

ધો. 5 અને 8 ના વિદ્યાર્થીઓને પણ ધો 1 થી 8 સુધી એક જ ઓરડામાં શિક્ષણ અપાતું હોય છે. ધો -8 ના વિદ્યાર્થીઓને કકા બારખડી પણ લખતા વાંચતા આવડતું ન હોય તેમનો પાયો કાચો રહેવા સાથે તેમનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. એક તરફ રાજ્ય કેન્દ્ર સરકાર આદિવાસી બાળકોના શિક્ષણ માટે સંજાગ બની હોય તેમ દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાનું આંધણ કરે છે. તો બીજી તરફ વર્ષોથી ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના મહેકમ સાથે ઓરડાઓની ઘટ પુરી કરાતી નથી. જેના કારણે બાળકો અધૂરું શિક્ષણ મેળવી મજૂરી કામમાં જોતરાઈ જાય છે. તેવો સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસ પાર્ટી પ્રમુખે લગાવી નવા ઓરડા બનાવવા ઉણી ઉતરે તો ઉગ્ર આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે.

ટોપિક્સ:dangschoolstudent