મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના રસ્તાઓ બન્યા રેસિંગ ટ્રેક? ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી મારતાં 1નું મોત 3ને ઈજા

સુરતમાં એક તરફ રસ્તા પર થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ

સુરતના રસ્તાઓ બન્યા રેસિંગ ટ્રેક? ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી મારતાં 1નું મોત 3ને ઈજા

સુરતમાં એક તરફ રસ્તા પર થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેમ સ્પર્ધાઓ થતી જોવા મળી રહી છે. જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો. કાર ડિવાઇડર કુદાવીને ઉંધી વળી જતાં ધોરણ-12ની એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું જ્યારે 3 ઘવાયા હતા. ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચોઃ ખેડા: નીલગાય સાથે કારની ટક્કર, ગંભીર અકસ્માતમાં 4 યુવાનોના ઘટનાસ્થળે મોત

કોલેજિયન સાથે ગઈ હતી

રાહુલ વેસુમાં પોદ્દાર રેસીડેન્સીમાં રહે છે. પિતા સુભાષભાઈ કાપડ વેપારી છે. ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા કાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહીલ બાવા, શૌર્ય શર્મા તેમજ વેસુમાં આવેલી શિવસાગર રેસીડેન્સીમાં રહેતી દિશા મયુરભાઈ બોખડિયા (જૈન) સાથે ફરવા ગયા હતા. સમિતિની શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં ગુરુવારે સાંજે ફરવા નીકળી હતી.ટ્રાફિક નહીંવત અને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવરસ્પીડમાં દોડતી હતી. કારે ડિવાઇડર કુદાવી સામેના રોડ પર પલટી ખાઈ ગઈ હતી, જેમાં દિશાનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્ર રાહુલ ચૌધરી, શૌર્ય અને સાહેબને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કાર 18 વર્ષના રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો. જે મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે.

બે દિવસ અગાઉ બર્થ ડે હતો

રાહુલના પિતાની કાર તેણે ડ્રાઈવ માટે લીધી હતી અને તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા છતાં ઓવરસ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. દિશા જૈન ઉધના સમિતિની સ્કૂલમાં ધો. 12માં જ્યારે શૌર્ય શર્મા વેસુની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલમાં ધો. 12માં અને સાહિલ બાવા ડુમસ ડીપીએસ સ્કૂલમાં ધો. 11માં અભ્યાસ કરે છે.ઘટનાની શરુઆત બે દિવસ પહેલા દિશાના જન્મદિવસની ઉજવણી સાથે થઈ હતી. દિશા, સાહિલના માધ્યમથી રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી. આજે તેઓ ફરી સાથે મળીને ડ્રાઈવ પર નીકળ્યા હતા પણ આ મુલાકાતે ટ્રેજેડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો