VIDEO: Suratના રસ્તા બન્યા કમરતોડ, વાહનચાલકો સહિત રોગચાળો વકરતા લોકોમાં આક્રોશ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જેથી સુરત શહેર અને જિલ્લાના વિસ્તારમાં રસ્તાઓ કમરતોડ બની ગયા છે. સુરત પંથક જાણે ખાડાનગરીમાં તબદીલ થઈ ગયું છે. ઠેર ઠેર ખાડાઓ જોવા મળ્યા છે. પર્વત પાટિયા, ડિંડોલી સહિતના વિસ્તારમાં કમરતોડ ખાડાઓ જોવા મળ્યા છે. જેથી વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેની સામે તંત્રની કામગીરી શૂન્ય રહેતી જોવા મળી છે. બીજી તરફ ખાડીપૂર અને રોગચાળાની ભીતિથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વાહનચાલકોનો ફેરો વધ્યો
સુરત જિલ્લામાં બારડોલી બાદ હવે પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે નવ જેટલા ગામોના રસ્તાઓ બંધ થયા છે. પલસાણાનું બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી માં પુરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યાં હતાં.પલસાણા તાલુકા માં બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી તોફાને ચડતા આસ પાસ ના એના તુડી સહિતના ગામોમાં નાના-મોટા લો લેવલ પુલ અને કોઝ વે પણ પાણી માં ગરકાવ થયાં હતાં. ભારે વરસાદને પગલે આ ગામમાં પુલો પર પાણી ફરી વળ્યા છે. જેને પગલે એક ગામથી બીજા ગામ લોકોને સીધો સંપર્ક કપાયો છે . એવા નવ જેટલા ગામો છે. જે ગામો ના રસ્તા બંધ થયાં છે. નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે. અને રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે 10 થી 15 કિમિ નો ફેરાવો કરવાની નોબત આવી છે.
રોગચાળાની ભીતિ
સુરતમાં પાણી અને ઋતુજન્ય રોગ વકર્યો છે. 38 વર્ષીય મહિલાનું ઝાડા-ઊલટી થતા મોત થયું છે. મહિલા પુણાગામના ભૈયાનગર ખાતે રહેતી હતી. મહિલાને છેલ્લા દિવસથી ઝાડા-ઊલટી થઈ રહી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ઝાડા-ઊલટીથી ત્રણ લોકોના મોત થયા છે.
ખાડીપૂરને લઈને મિટીંગ
શહેરમાં ભારે વરસાદથી ખાડીપૂરની મિટીંગ બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને 19 સભ્યોની હાઈલેવલ કમિટીનું ગઠન કરાયું છે. ખાડીપૂરને અવરોધતા બાંધકામ મુદ્દે સરવે સાથે સખ્ત કાર્યવાહી કરાશે. ખાડીના પાસે ગેરકાયદે રીતે બાંધકામ દૂર કરવું પડશે તેનો સરવે કરી મિલકતધારકોને નોટિસ ફટકારાશે. ખાડીના પટ નજીકના ગેરકાયદે ઝીંગા તળાવ તોડવા તાકીદ કરાઈ છે.

