સુરતમાં સગીરાની છેડતી કરનારનું નીકળ્યું સરઘસ,પોર્ન ફિલ્મ જોઈને ગંદી હરકત કર્યાની કબૂલાત

સુરતમાં ગત 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખસે સોસાયટીમાં ઘૂસીને પાંચ ફૂટના અંતરે ત્રણ છોકરીઓની છેડતી કરી હતી. જે ઘટનાના 10 ડિસેમ્બરે CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જો કે, ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આજે ભર બજારે વિકૃતનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં આરોપી સરખો ચાલી ન શકતાં જોયા જેવી થઈ હતી.
દારૂના નશો કર્યો હતો
પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ 700 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઊન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીનો વિડીયો વાયલર થયા બાદ તેની સાથે જ રહેતા અન્ય શ્રમિકોએ આ વિગતો પોલીસને જણાવતા આરોપી પકડાઇ ગયો હતો. આરોપી આખા શહેરમાં તેના નામે ફિટકાર વરસતો હોવાની વાતથી અજાણ હતો. દારૂ પીને તેણે 3 કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે.
પોર્ન ફિલ્મ જોઈને ગંદી હરકત કર્યાની કબૂલાત
આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા. તેઓએ આરોપીની તસવીર જોઇને તેની ઓળખ કરી હતી. તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો. તેના આ ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીનું નામ નેમુદ્દીન છે તથા મૂળ યુપીનો છે અને તે મજૂરી કામ કરે છે.
મનોવિકૃત આરોપી
આરોપી થોડા સમય પહેલાં ભાઠેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે, જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો. દરમિયાન એક જ રૂમમાં સાત લોકો સાથે રહેતો નેમુદીન પોર્ન ફિલ્મનો શોખિન છે. તે પોર્ન ફિલ્મો જોઇને તેણે આ હરકત કરી હોવાની વિગતો પોલીસને જણાવી હતી. દરમિયાન પરપ્રાંતીંય એવા આ હજારો મનોવિકૃતિઓના ભરોસે લાખ્ખો કિશોરીઓ જોખમમાં હોય એવી સ્થિતિ છે.

