Video: ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધની માંગ, ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને લખ્યો પત્ર

સુરતમાં ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ સામે ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન હેલ્થ'ને આવકારતાં તેમણે ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખી પાંચ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે. એક જ પાર્લરમાં રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વેચાતાં હોય તો દુકાનની ઓળખ કેવી રીતે નક્કી થશે તેવો સવાલ ઉઠાવ્યો છે. આ ઉપરાંત લૂઝમાં વેચાતા ફ્રોઝન ડેઝર્ટ અને લગ્નપ્રસંગોમાં પીરસાતા ફ્રોઝન ડેઝર્ટ સામે કાર્યવાહી કેવી રીતે થશે તે અંગે પણ સવાલો કર્યા છે. એનાલોગ પનીરની જેમ ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ કેમ નહીં તેવો સવાલ ઉઠાવી સરકાર પાસે કડક નિર્ણયની માંગ કરી છે.
જાહેરાત















