મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 8 વર્ષની બાળકીને નરાધમ અવાવરું જગ્યાએ લઈ ગયો, ચોકલેટની લાલચ આપીને કર્યા અડપલાં

સુરતમાં માસૂમો સાથેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેસુમાં આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળક

સુરતમાં 8 વર્ષની બાળકીને નરાધમ અવાવરું જગ્યાએ લઈ ગયો, ચોકલેટની લાલચ આપીને કર્યા અડપલાં

સુરતમાં માસૂમો સાથેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેસુમાં આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય શેલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલાં કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર ત્યાં જતા ચોંકી ઊઠી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ઝઘડો થયા બાદ યુવકને ઉતારાયો મોતને ઘાટ, તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યારા ફરાર

મહિલાથી બાળકી બચી

બાળકી સાથે થઈ રહેલા અડપલાંના દૃશ્યને જોઈને બૂમાબૂમ થવા લાગી હતી. મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે પહોંચી ગઈ હતી. મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ 48 વર્ષીય શેલાબ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું હતું અને બાળકી પીંખાતી બચી હતી. આરોપી શેલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે પથ્થર ઘસવાનું કામ કરે છે.

પોલીસે કાર્યવાહી શરૂ કરી

આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે આ ઘટના પોલીસ સુધી પહોંચી છે. આ અંગે બાળકીના માતા-પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો