Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Kosamba Trolley Bag Murder Case, Husband Killed Wife

Surat : કોસંબામાં બેગમાંથી મૃતદેહ મળ્યાના કેસમાં પતિ જ હત્યારો! CCTV ફૂટેજ આવ્યા સામે

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના કોસંબા નજીક એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવવાના સનસનાટીભર્યા મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યાની ઘટનાને અંજામ મૃતકના પતિએ જ આપ્યો હોવાની પ્રબળ શક્યતા છે.

App Store

પતિ બેગ લઈ જતો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા

પોલીસ તપાસ દરમિયાન મહત્ત્વના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં મહિલાનો પતિ એક પર્પલ કલરની બેગ લઈને જઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. ફૂટેજ મુજબ, પતિએ કોસંબાની એક દુકાનમાંથી તે બેગ ખરીદી હતી અને ત્યાંથી તે બજાર તરફથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.

પોલીસનું અનુમાન છે કે આ જ બેગમાં હત્યા કરાયેલી પત્નીની લાશ હતી, જેને બાદમાં અવાવરુ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.

પડોશીઓને 'દિલ્હી નોકરી'નું બહાનું આપીને ફરાર

મહિલાની હત્યા કર્યા પછી આરોપી પતિએ આસપાસના પડોશીઓને 'દિલ્હી નોકરી પર જાવ છું' તેમ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. પતિનું આ વર્તન શંકાસ્પદ જણાતા પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી.

પોલીસ તપાસ 

સૂત્રો દ્વારા એવી પણ ચર્ચા છે કે પોલીસે મહિલાના પતિને અન્ય રાજ્યમાંથી પકડી પાડ્યો છે. જોકે, આ સંવેદનશીલ મામલે પોલીસ હાલમાં કોઈ પણ માહિતી જાહેર કરવા તૈયાર નથી. પોલીસે બેગ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને હત્યારા સુધી પહોંચવા માટે ફૂટેજ સહિત અન્ય પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.