Video: અમરેલીના લીલીયાના ગુંદરણ ગામે પૈસાની લેતીદેતીમાં બે પરપ્રાંતિય યુવકોને ગાડીમાં જીવતા સળગાવી દેવાની જઘન્ય ઘટના બની

સોર્સ: gstv

મૃતકોમાં રવિ કમલેશ બધેલ અને નીતિન રામસિંગનો સમાવેશ થાય છે. આ મામલે લાઠીના ડીવાયએસપી વિસ્મય માનસેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આશરે ૬૦ થી ૭૦ હજાર રૂપિયાની લેતીદેતીના મામલામાં મધ્યપ્રદેશના મહિન્દ્રા ગામના આરોપીઓ વિનેશ ઉર્ફે વિનોદ વરસંગ ડોડીયાર અને તેના ભાઈ રાજુ ગોરધન ડોડીયારે ગાડીને આગ ચાંપી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસ આ ભયાનક હત્યાકાંડ પાછળના અન્ય કારણો અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત