Video: મગરના હુમલાથી આધેડનું મોત

ડભોઇ તાલુકાના કરાલી ગામે દેવ નદી કિનારે પશુ ચરાવવા ગયેલા સોમાભાઈ મેલાભાઈ વસાવા પર મગરે અચાનક હુમલો કરી દીધો હતો. મગરના ગંભીર હુમલા બાદ ઈજાગ્રસ્ત આધેડને પ્રથમ ડભોઇ રેફરલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થતાં પોલીસે પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે કરાલી ગામ તેમજ આસપાસના પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે.
જાહેરાત






