Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Husband cheats wife's savings: 17.46 lakhs defrauded in a week, accused arrested

Surat/ પત્નીની બચત પર પતિનો હાથફેરો: અઠવામાં 17.46 લાખની છેતરપિંડી, આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરના અઠવા વિસ્તારમાં પત્ની સાથે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વર્ષોથી કરેલી બચત પર પતિએ જ હાથ ફેરવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સુરતના અઠવા વિસ્તારમાં રહેતા કરિયાણાના વેપારી મનીષ પ્રેમચંદ શાહએ LIC એજન્ટ સાથે મળી પત્નીની જાણ બહાર છેતરપિંડી આચરી હતી. આરોપીએ પત્નીની ખોટી સહી કરી અને દસ્તાવેજોમાં ફેરફાર કરીને કુલ 17.46 લાખ રૂપિયા પડાવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મનીષે વર્ષ 2021માં આ આખું ષડયંત્ર રચ્યું હતું. LICના ફોર્મમાં નોમિની તરીકે પત્નીના પિતાનું નામ હતું, જેને વ્હાઈટનરથી દૂર કરી પત્નીની સહીની નકલ કરીને પોતાનું નામ ચઢાવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા પત્નીની જાણ બહાર કરવામાં આવી હતી.

મામલો બહાર આવતા Surat City Policeના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીના કબ્જામાંથી છેતરપિંડીમાં વપરાયેલા દસ્તાવેજોની તપાસ કરી, જેમાં તેની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળ્યા હતા.

અઠવા પોલીસે આરોપી મનીષ પ્રેમચંદ શાહની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

App Store