Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Factories manufacturing duplicate items caught

સુરતમાં પકડાતી ડુપ્લીકેટ ચીજો બનાવતી ફેકટરીઓ, ફુડ એન્ડ ડ્રગ વિભાગ- નેતાઓની ભૂમિકા શંકાસ્પદ

Timeછેલ્લું અપડેટ : 14 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં પકડાતી ડુપ્લીકેટ ચીજો બનાવતી ફેકટરીઓ, ફુડ એન્ડ ડ્રગ વિભાગ- નેતાઓની ભૂમિકા શંકાસ્પદ

સુરતના ઓલપાડના માસ્મા ગામમાં છેલ્લા એક વર્ષમાં ડુપ્લીકેટ ઘી, તેલ, પાન મસાલાની ફેકટરી પકડાઇ હોવાછતા આ ઘંધો આજે પણ બેરોકટોર ચાલી રહ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કડક કાર્યવાહીની વાતો કરે છે. પરંતુ એક જ સ્થળ કે ગામમાંથી અવારનવાર ડુપ્લીકેટ બનાવવાનું રેકેટ ઝડપાતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક નેતાઓની કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ છે. આ બાબતે તપાસ કરવાની માંગ ઉઠી છે.

App Store

આ પણ વાંચોઃ એક હજાર વર્ષ પહેલા 31મી ડિસેમ્બરે ઉજવાતી હતી ઉત્તરાયણ, જાણો ક્યારે ફરી બદલાશે તારીખ

મુખ્યમંત્રીને ફરિયાદ

કોરોનાકાળમાં ઓલપાડના પીંજરંત ગામમાંથી ડુપ્લીકેટ રેમડેસીવીરના ઇન્જેકેશનો પકડાયા બાદ છેલ્લા ચાર વર્ષમાં અવારનવાર ડુપ્લીકેટ બનાવવાનું રેકેટ ઝડપાતુ જ રહે છે. જેમાં ઓલપાડનું માસ્મા ગામની આજુબાજુ આવેલા રહેણાંક વિસ્તારો કે ઇન્ડસ્ટ્રીઝો તો ડુપ્લીકેટ બનાવવાવાળા માટે તો સ્વર્ગ સમાન છે. કોઇ રોકટોક વગર ચાલ્યા જ કરે છે. આ અંગે ઓલપાડના જાગૃત નાગરિક યોગી પટેલે ઓનલાઇન મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે અગાઉ જ આ જ માસ્મા ગામે ચાલી રહેલ ડુપ્લીકેટ ધી અન્ય પાન મસાલા બનાવવાની ફેકટરી પકડાઇ હતી. 

આરોગ્ય સાથે રમત

પાછુ તાજેતરમાં જ બનાવટી ધીની બે ફેકટરી પકડાઇ છે. વારંવાર એક જ વિસ્તારમાંથી આવી બનાવટી અને ડુપ્લીકેટ ખાદ્ય પદાર્થ બનાવવાની ઘટના સામે આવી રહી હોઇ તો સરકારે કે વહીવટી તંત્ર કેમ લાચાર છે ? એકબાજુ સરકાર લોકોના આરોગ્ય માટે ચિંતાતુર છે. જયારે બીજી બાજુ ડુપ્લીકેટ બનાવાની કામગીરી કરીને લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. તો ઓલપાડ તાલુકાના  વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ મૂક પેક્ષક બનીને આખ આડા કાન કરી રહ્યા છે.

ભૂમિકા શંકાના દાયરામાં

એક વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી હોવાથી અધિકારી પદાધિકારીઓ તેમજ વિપક્ષના સભ્યોની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. જેથી ગોરખધંધો કરનારા લોકો તેમને છાવરનારા તંત્રના અધિકારીઓને અને તેમની પાસે ભાગ પડાવવા દોડી જતા તત્વો અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.