Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Cyber fraud worth Rs 1,550 crore exposed, bank employees arrested

Surat News: 1,550 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પ્રથમવાર બેંક કર્મચારીઓની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: 1,550 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પ્રથમવાર બેંક કર્મચારીઓની ધરપકડ
સોર્સ : GSTV

સુરત શહેરના ઉધના વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ફોરેક્સ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલ એક વિશાળ રેકેટનો પર્દાફાશ થયો છે. સમગ્ર દેશમાં પ્રથમવાર કોઈ સાયબર ફ્રોડ કેસમાં બેંક કર્મચારીઓની સીધી સંડોવણી સાબિત થતાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store

આરબીએલ બેંકના 8 અધિકારીઓની ધરપકડ

1,550 કરોડ રૂપિયાના ગોટાળામાં આરબીએલ બેંકના 89 કરંટ એકાઉન્ટમાંથી માત્ર છ મહિનામાં ₹1,455 કરોડના શંકાસ્પદ લેનદેન થયા હતા. આ એકાઉન્ટોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખાતા ખોલાવનારી ફાઈલમાં જાણે બુધ્ધિપૂર્વક તપાસ ટાળવામાં આવી હતી અને દરેક ખાતા માટે ₹25,000થી ₹2.5 લાખ સુધીની રકમ લેવાતી હતી.

આ કર્મચારીઓ સામેલ

એરિયા હેડ અમિત ગુપ્તા
ઓએસડીએમ અરૂણ ઘોઘારી
નરેશ માનાણી
કલ્પેશ કથિરીયા
નેન્સી ગોટી
કલ્પેશ કાકડીયા
આશિષ ઘડીયા
અનિલ જાની

રેવિલેશન્સ પછી પોલીસ પણ ચોંકી ગઈ

જ્યારે ઉધના પોલીસે 28 મે, 2025ના રોજ ઉધના ત્રણ રસ્તા પાસેથી રાહુલ નામના યુવકને પકડી પાડ્યો, ત્યારે તેની પાસેથી મળેલા શંકાસ્પદ દસ્તાવેજો અને સિક્કાના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો. તપાસમાં ભયંકર માત્રામાં કરંટ એકાઉન્ટ ખુલ્યા હતા જેમાંથી ઘણીવાર ઠગાઈ અને સાયબર ફ્રોડ માટે વપરાશ થતો હતો. સાયબર ફ્રોડમાં બંધ થયેલા ખાતા ફરી ખોલવા કે નવા ખોલાવા માટે નીમાયેલા બેંક કર્મચારીઓ પોતે જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા, જેની પુષ્ટિ મળતાં તેમની ધરપકડ કરવામાં આવી.