Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : After 10 years, the murderer was caught on the Rajasthan-Pakistan border

Surat News: 10 વર્ષ બાદ હત્યારો રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડર પરથી ઝડપાયો, હત્યા બાદ યુવકના ટુકડાં ફેંકી દીધેલા  

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: 10 વર્ષ બાદ હત્યારો રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડર પરથી ઝડપાયો, હત્યા બાદ યુવકના ટુકડાં ફેંકી દીધેલા  
સોર્સ : GSTV

કાયદો તોડનારા ગમે ત્યાં જતા રહે પરંતુ કાયદો તેનો પીછો છોડતો નથી. આવા જ એક હત્યાના બનાવમાં પોલીસે આરોપીને 10 વર્ષે ઝડપી લીધો છે. સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા કરીને નાસી ગયેલા આરોપીને રાજસ્થાન-પાકિસ્તાન સરહદ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ મૃતક યુવકની કુહાડીના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરીને માથું ધડથી અલગ કરી લાશના પાંચ ટુકડા કરી ફેંકી દીધા હતા.

App Store

રાજસ્થાન-પાકિસ્તાન સરહદ પરથી દબોચાયો

વર્ષ 2015ના રાંદેર હત્યાકાંડના વોન્ટેડ આરોપી રાજસ્થાનના પાકિસ્તાન બોર્ડર નજીક રામસર ખાતે હોવાનું ચોક્કસપણે જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા. રણપ્રદેશ વિસ્તારમાં દિવસો સુધી સ્થાનિક ગામડાંનો વેશ ધારણ કરીને તપાસ કર્યા બાદ, પાકિસ્તાન બોર્ડર પરથી આરોપી હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમાને દબોચી લેવામાં આવ્યો હતો.

બાંધકામ સાઈટ પર કરી હતી હત્યા

ફેબ્રુઆરી 2015માં રાંદેર પોલીસ સ્ટેશન હદમાં આવેલા ઈલાઈટ એન્કલેવ નામની બાંધકામ સાઈટ પર આ ભયાવહ હત્યાકાંડ થયો હતો. આરોપી હબીબ આ બાંધકામ સ્થળે તેના હમવતની બરકતના ત્યાં નોકરી કરતો હતો. બરકત સિંધીની ઓળખીતી રેહાના નામની મહિલાએ તેને જણાવ્યું હતું કે, તેનો પતિ યુસુફ તેને ખૂબ ત્રાસ આપે છે અને તેની દીકરી સાથે પણ અયોગ્ય હરકતો કરે છે. રેહાનાએ યુસુફથી છુટકારો અને તલાક જોઈતા હોવાની વાત કરતાં, બરકતે રેહાનાને તેના પતિ યુસુફ સાથે ઉમ્સાન ભરૂચીની ઈલાઈટ એન્કલેવ નામની સાઈટ પર રાત્રિ દરમિયાન બોલાવી હતી.ત્યાં યુસુફને કુહાડીના આશરે ત્રણ ઘા મારી, તેનું માથું છુંદી નાંખી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 

 

ટોપિક્સ:suratmurderedcaught