Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Aadhaar card service stopped, citizens upset

Surat News: આધાર કાર્ડ સેવા અટકી, એજન્સીનો કોન્ટ્રાક્ટ રીન્યૂ ન થતાં નાગરિકો હેરાન

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: આધાર કાર્ડ સેવા અટકી, એજન્સીનો કોન્ટ્રાક્ટ રીન્યૂ ન થતાં નાગરિકો હેરાન
સોર્સ : GSTV

સુરતમાં આધારકાર્ડ અપડેટ સહિતની સેવાઓ માટે નાગરિકોને હવે દરરોજ ધક્કા ખાવા પડે છે. કારણ કે, શહેરમાં આધારકાર્ડ સેવા આપતી 'અબાઉન્ટ' નામની એજન્સીનો કોન્ટ્રાક્ટ 21 જુલાઈએ સમાપ્ત થયો છે, અને અત્યારસુધીમાં તેનો રીન્યુલ કરવામાં આવ્યો નથી.

App Store

આધારકાર્ડ સંબંધિત કામ બન્યું મુશ્કેલ

મહાનગરપાલિકાના અધિકારીઓની આળસ અને પછાત કામગીરીના કારણે હાલમાં લોકો માટે આધારકાર્ડ સંબંધિત કાર્ય કરાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. જે લોકો રોજગારી, બાળકોના એડમિશન કે અન્ય કાનૂની કામ માટે આધાર અપડેટ કરવા આવે છે, તેઓને “બે-ત્રણ દિવસ પછી આવો” કહીને પાછા મોકલવામાં આવે છે. ઝોન ઓફિસમાં લાઈન લગાવનાર અને મક્કમ કામ વિના ઘરે ફરનાર નાગરિક જયસુખભાઈ કહે છે: “હું ત્રણ દિવસથી સતત આવું છું, પણ કહે છે કે એજન્સીનું કામ બંધ છે, હવે આધાર અપડેટ ક્યારેથી થશે એ ખબર નથી…”

નાગરિકોને મુશ્કેલી

હાલમાં આરોગ્યથી લઈને શૈક્ષણિક, બેંકિંગ સહિત અનેક બાબતોમાં આધાર ફરજિયાત બન્યો છે. આવા સમયમાં સેવા બંધ થવી એટલે સામાન્ય નાગરિક માટે નવી મુશ્કેલીઓ ઊભી થવી.જવાબદારી નક્કી થવી જોઈએ કે શાસનતંત્રના આ પ્રકારના નિષ્ક્રિય વલણથી નાગરિકોની રોજબરોજની જિંદગી કેવી રીતે અસરગ્રસ્ત થાય છે.સવાલ એ છે – કોન્ટ્રાક્ટ રીન્યૂલ જેવી નક્કી પ્રક્રિયામાં પણ આવી ઊંડાણલી આળસ કેમ?

ટોપિક્સ:suratuidaicenter