SURAT : લોખંડવાડા SMC કવાટર્સના પાણીના ટાંકામાં બે બાળકો ડૂબ્યાં, એકનું મોત

Surat News : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં લોખંડવાડા SMC કવાટર્સના અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં બે બાળકો ડૂબ્યાં હતા, જેમાંથી એકની કરૂણ મોત થયું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે લોખંડવાડા SMC કવાટર્સના અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની બાજુમાં બે ભાઈ-બહેન રમી રહ્યાં હતા એ દરમિયાન ટાંકામાં જઈ પડ્યાં હતા. એક રાહદારીએ આ ઘટના નજરે જોઈ અને તરત જ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બે બાળકોમાંથી બાળકીને ટાંકામાંથી બહાર ખેંચી બચાવી લેવાઈ હતી, જ્યારે 2 વર્ષનો માસૂમ પિયુષ ડૂબી જતાં મોતને ભેટ્યો હતો.
આ બંને બાળકોના માતા-પિતા કડીયાકામમાં વ્યસ્ત હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

