Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Policeman becomes rickshaw puller in Odisha to catch accused

સુરતમાં આરોપીને પકડવા પોલીસકર્મી ઓડિશામાં બન્યા રિક્ષાચાલક, 14 વર્ષ અગાઉ ફાયરિંગ કરી લૂંટ ચલાવનારને દબોચ્યો

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં આરોપીને પકડવા પોલીસકર્મી ઓડિશામાં બન્યા રિક્ષાચાલક, 14 વર્ષ અગાઉ ફાયરિંગ કરી લૂંટ ચલાવનારને દબોચ્યો

કહેવાય છે કે, આરોપીઓ ગુનો કર્યા બાદ ગમે તેટલા દૂર ભાગે તેમ છતાં કાયદાની જાળમાંથી છટકી શકતા નથી. સુરતના વરાછાના વિવર પર ફાયરિંગ કરી રોકડાં ૧.૭૭ લાખની લૂંટ ચલાવવાના ચકચારી ગુનામાં ૧૪ વર્ષથી વોન્ટેડ પાંચમા આરોપીને ઓડિશાથી દબોચી લીધો હતો. આરોપીનું પગેરૂં મેળવવા પોલીસ ૧૦ દિવસ સુધી સફાઈ વોલેન્ટિયર અને રીક્ષાચાલક બની હતી.

App Store

આ પણ વાંચોઃ મહાકુંભમાં જવા નીકળેલા સુરતના યુવકનું મોત, અયોધ્યામાં પડી જતા ઉડી ગયું પ્રાણ પંખેરું

કુલ ચારને દબોચી લેવાયા

કતારગામ નારાયણ નગરમાં રહેતાં વિનય કાપડીયા ગત ૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૧ની સાંજે એ.કે. રોડ અજંટા ઇન્ડસ્ટ્રીયલ સ્થિત તેમના કાપડનાં કારખાનામાં કારીગરોને પગાર આપી રહ્યા હતા. સાડા છથી પોણા સાતના આશરામાં ત્રણ અજાણ્યા શખ્સો અંદર તમંચા સાથે ધસી આવ્યા હતા. કારખાનેદાર પર ફાયરિંગ કરી પગારના રોકડાં રૂપિયા ૧.૭૭ લાખ લૂંટી લેવાની સાથે બહાર દોટ મૂકી હતી. જોકે ફાયરિંગના અવાજથી બહાર ટોળું ભેગું થઈ ગયું હતું. જેણે આ કારખાનેદાર પર તમંચાથી ફાયરિંગ કર્યું હતું તે પ્રભાત ઉર્ફે રઘુ ગોપી સ્વાંઈને દબોચી લીધો હતો. તેની તપાસ દરમ્યાન સમયાંતરે પોલીસે કુલ ચારને દબોચી લીધા હતા.

સફાઈ કરી

પાંચમો આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયક તેના વતન ઓડિશાના નગાગઢ જિલ્લાનાં ધજેલા ગામે રહેતો હોવાની બાતમી વચ્ચે વરાછા પોલીસની ટીમ ત્યાં ૧૦ દિવસ પહેલાં પહોંચી હતી. આંતરિયાળ ગામમાં તેનું પગેરું અને મેળવવાની સાથે ધરપકડ માટે ચોક્કસ તક મળે તે માટે પોલીસ એન.જી.ઓ.ના સફાઈ વોલિયેન્ટર તથા રીક્ષા ચાલક બનીને રખડી હોવાનું ઇન્સપેક્ટર આર.બી.ગોજીયાએ જણાવ્યું હતું.