Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Be careful before applying lip balm on lips in winter, duplicate quantity of branded company

શિયાળામાં હોઠ પર લીપબામ લગાવતા પહેલાં સાવધાન, સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2024
લાઇવ ટીવીGoogle News
શિયાળામાં હોઠ પર લીપબામ લગાવતા પહેલાં સાવધાન, સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો

સુરતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. ત્યારે શિયાળાની ઠંડીમાં ફાટેલા હોઠ પર બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લીપબામ ક્રીમનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. કાપોદ્રાના બે વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 1.57 લાખની કિંમતનો બનાવટી લીપબામનો જથ્થો સીઝ કર્યો હતો. સાબુ, શેમ્પૂ, ઘી, લિકવિડ સહિતની ચીજ વસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી ચુક્યૂં છે.

App Store

આ પણ વાંચોઃ બ્રિટેનનો હત્યાનો આરોપી ગુજરાતની આ જેલમાં કાપશે સજા, મંગેતરની હત્યામાં જાણો કેવી રીતે થયું કેદીનું ટ્રાન્સફર

પોલીસને સાથે રાખી રેડ

હોઠ પર લગાવાતી લીપ બામ નીવીયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા. તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લીપબામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાંક શખસો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી. પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ મકાનમાંથી 1,11,440 રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.

બે વેપારી ઝડપાયા

ડુપ્લિકેટના જથ્થા સાથે વિપુલ નરોત્તમ કાછડિયા, ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વીશ ગોરધન સોજીત્રાની દુકાનમાંથી પણ વધુ 45,770 રૂપિયાના બનાવટી લીપબામનો જથ્થો મળી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે બંને વિરૂદ્ધ કોપીરાઈટ એક્ટની કલમ 51, 63 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસે કુલ 1.57 લાખની મત્તાની કુલ 790 ડુપ્લિકેટ નીવીયા ક્રીમની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.