Surat News: ઝઘડામાં મધ્યસ્થી બનવા ગયેલા પર હુમલો, આરોપી પિતા-પુત્ર ઝડપાયા

સોર્સ : GSTV
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાંદેર વિસ્તારમાં થયેલી હત્યાના બનાવમાં પોલીસએ ઝડપી કાર્યવાહી કરતાં પિતા-પુત્રની જોડી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ 27 વર્ષીય રફીક સલીમ શેખની હત્યા કરી હતી.
સમાધાનમાં વાત વકરી
હકિકત મુજબ, કાકા અને ભત્રીજાના જૂના ઝઘડામાં રફીક મધ્યસ્થ બનવા ગયો હતો અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વાત વકરી જતા આરોપીઓ ઉશ્કેરાયા અને રફીક પર ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આરોપીઓ ઝડપાયા
હત્યા પછી રાંદેર પોલીસે તરત જ ગુનો નોંધીને તપાસની ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઝડપભેર કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

