Surat News: બારડોલીમાં દુકાનમાં બ્લાસ્ટ બાદ ઈજાગ્રત યુવકનું મોત, પાંચ દિવસ ઝઝૂમ્યો મોત સામે

સુરત જિલ્લાના બારડોલીના લીમડા ચોક વિસ્તાર શુક્રવારે વહેલી સવારે એક ભેદી ધડાકાની ધણધણી ઉઠ્યો હતો. ઘટના એ બની હતી કે, લીમડા ચોક વિસ્તારમાં એક વાસણની દુકાન આવેલી છે. જ્યાં વહેલી સવારે દુકાન ખોલતાની સાથે અચાનક બ્લાસ્ટ થયો હતો. દુકાનની અંદર નીચે ભોંયતળિયું હતું. જેમાં બ્લાસ્ટ થયો હતો.
સારવાર દરમિયાન મોત
બ્લાસ્ટ થતા 17 વર્ષીય એક કિશોર દાઝી જતાં ગંભીર ઇજા પોહચી હતી. જેથી ત્વરિત નજીક ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જયાંથી વધુ તબિયત બગડતાં સુરત ની નવી સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો હતો. સગીરને પાંચ દિવસની સારવાર બાદ આજે તેનું દુઃખદ અવસાન થયું હતું. બ્લાસ્ટ ગંભીર રીતે સગીર દાઝી જતા જીવ બચી શક્યો ન હતો.
જર્જરિત દુકાન દૂર કરવા જાણ કરી
ઘટના બાબતે બારડોલી ટાઉન પોલીસ પણ સક્રિય બની હતી. જેતે દિવસે એફએસએલ સાથે રાખી જરૂરી સેમ્પલો પણ લેવાયા હતા. અને તકેદારી ના ભાગ રૂપે પોલીસે પાલિકા ને પણ જાણ કરી દુકાન કાટમાળ ખસેડી જર્જરિત બાંધકામ જ દૂર કરવા જણાવ્યું છે. તીવ્રતા થી બ્લાસ્ટ થયો દુકાન નો સમાન પણ રોડ પર પડ્યો હતો : સગીર ગંભીર રીતે દાઝી ગયો હતો. દુકાનમાં એટલી તીવ્રતાનો બ્લાસ્ટ થયો કે દુકાનનો સ્લેબ ધરસાઈ થયો હતો. દુકાનનો સમાન રોડપર વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.બારડોલી ફાયર ઘટના સ્થળે પોહચી કામગીરી શરૂ કરાઇ હતી. જોકે દુકાન ના ભોંયતળીયા માં ગેસ રિફીલિંગ થતું હતું કે કેમ એવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે.

