VIDEO: Suratમાં કાળમુખા ટ્રકે બાઈક ચાલકને કચડતાં મોત, રક્ષાબંધન અગાઉ જ બહેને ગુમાવ્યો ભાઈ
સુરતમાં અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે માતેલા સાંઢની જેમ બેફામપણે દોડતા ટ્રકે એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી યુવકે હેલ્મેટ પહેર્યુ હોવા છતાં કચડાઈ જતાં મોત નીપજ્યું હતું. રાહુલ રાજ મોલ પાસે ટ્રક ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે લેતા મોત નીપજ્યું હતું. વસતા દેવડી રોડ પર આવેલા દિવ્યજ્યોત ફ્લેટમાં 44 વર્ષીય સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પાસે પહોંચ્યા હતા.પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે દોડાવી સુભાષસિંહની બાઈકને અડફેટે લીધી હતી. જેના પગલે સુભાષસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. બહેને રડતા રડતા જણાવ્યું હતું કે, 'મારો એકનો એક ભાઈ હતો, હવે મારું કોઈ નથી'. બહેનના આ રુદન સાથેના શબ્દોના કારણે ત્યાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી.

