Video: કોડીનારના ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં વધુ ત્રણ આરોપીઓની મહેસાણાથી ધરપકડ

ગીર સોમનાથના કોડીનાર ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં એસઆઈટીને મોટી સફળતા મળી છે. આ કેસમાં વધુ ત્રણ આરોપીઓની મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, જેની સાથે કુલ ધરપકડનો આંકડો છ પર પહોંચ્યો છે. ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, તાલિબ અને હુસેન નામના બે આરોપીઓ ઊંઝા સ્થિત મીરા દાતાર દરગાહ પાસે આવતા દર્શનાર્થીઓના સામાનની દેખરેખનું કામ કરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, કોડીનારમાંથી ગુમ થયેલી બે સગીર બાળકીઓ સાથેની ઘટનામાં તેમની સંડોવણીના પુરાવા મળ્યા છે. જ્યારે ત્રીજા આરોપી નાઝિમ અલી શમસુમિયા સૈયદની કોલ ડિટેઇલ્સના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.
જાહેરાત







