Video: સુરતના બમરોલી ખાડી પાસે પ્લાસ્ટિક વેસ્ટમાં ભીષણ આગ, કાળા ધુમાડાના ગોટેગોટા છવાયા, ફાયરની ૪ ગાડીઓ ઘટનાસ્થળે

સોર્સ: gstv

સુરત શહેરના બમરોલી વિસ્તારમાં આવેલા ડુંડી ગામ નજીક બમરોલી ખાડી પાસેના એક ખુલ્લા પ્લોટમાં પડેલા પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.પ્લાસ્ટિકનો કચરો હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ભીમરાડ, ભેસ્તાન, ઉન તેમજ વેસુ એમ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત