Video: કચ્છમાં પ્રવાસન સ્થળોની સ્વચ્છતા જાળવવા સાંસદ વિનોદ ચાવડાએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને કરી અપીલ

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સંદેશ સાથે કચ્છ પ્રવાસન ક્ષેત્રે દેશ-વિદેશમાં આગવી ઓળખ બનાવી રહ્યું છે. શિયાળાની પ્રવાસન મોસમ અને રણોત્સવ દરમિયાન કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને ગરિમા જાળવવા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે. તેમણે પ્રવાસન સ્થળોએ પાણીની બોટલ, નાસ્તાના પાઉચ અને અન્ય પેકિંગ સામગ્રી ગમે ત્યાં ન ફેંકવા તથા નિયત કચરાપેટીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. પ્રવાસીઓએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરી કચ્છની સુંદરતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.
જાહેરાત











