અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો કરી ભાગવા જતાં આરોપી પર ફાયરિંગ, કોન્સ્ટેબલને માથામાં ઈજા

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો કરી ભાગવા જતાં આરોપી પર ફાયરિંગ, કોન્સ્ટેબલને માથામાં ઈજા
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ સાથે આરોપીની ઝપાઝપીની ઘટના સામે આવી છે. એક કેસની તપાસ દરમિયાન SOGએ કોટ વિસ્તારમાં આવેલી પટવા શેરીમાંથી સપ્લાયર તરીકે સંડોવાયેલા ફિરોઝ અહેમદ ઉર્ફે ફિરોઝ ચોરની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને વધુ પૂછપરછ માટે SOG ઓફિસ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આરોપીએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

સ્વબચાવમાં PIએ કર્યું ફાયરિંગ

મળતી માહિતી મુજબ, આરોપીએ પોલીસ જીપમાં કોન્સ્ટેબલ અજીત અને ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેણે પોલીસની જીપમાંથી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ PSIની રિવોલ્વર છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં ગોળી મારી હતી.

જાહેરાત

આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ અજીતને માથાના ભાગે ઈજા થતાં ટાંકા આવ્યા છે. ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા આરોપી ફિરોઝ અહેમદ અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત