Video: ધોળકાના સરગવાળા કેસમાં બ્રિજરાજ સોલંકીના સમર્થનમાં AAPની કિસાન મહાપંચાયત, જમીન-વળતર મુદ્દે સરકાર સામે આક્રોશ

ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગેસ કંપનીની પાઇપલાઇન નાખવાના વિવાદ બાદ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે જેલમાં મોકલાયેલા યુવા આગેવાન બ્રિજરાજ સોલંકીના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો એકઠા થયા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોની સંમતિ અને યોગ્ય વળતર વિના પાઇપલાઇન નાખવાનો વિરોધ કરવા ગયેલા બ્રિજરાજ સોલંકી સામે કંપની અને પોલીસે મળીને હત્યાના પ્રયાસની ખોટી FIR નોંધી જેલમાં પૂર્યા છે. વધુમાં મોરબી, દ્વારકા, જામનગર, કચ્છ તેમજ લોથલ અને ભુરખી જેવા ગામોમાં TP સ્કીમ અને થાંભલા-પાઇપલાઇનના નામે ખેડૂતોની જમીનો છીનવાતી હોવાનો આરોપ લગાવી, વળતર વિના કામગીરી બંધ કરવા અને સરકાર સામે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
જાહેરાત
















