Video: ધોળકાના ખેડૂતોની સીતાફળની ખેતીમાં બાગાયતી ક્રાંતિ, એક વીઘામાંથી 1.40 લાખ સુધીનો નફો

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા સહિત આસપાસનાં ગામોમાં ખેડૂતો સીતાફળની ખેતી થકી સમૃદ્ધિ મેળવી રહ્યા છે. ઓછી પાણીની જરૂરિયાત અને ખારી-ભાઠી જમીનમાં પણ સીતાફળનું મબલખ ઉત્પાદન મેળવી ખેડૂતોએ બાગાયતી ખેતી તરફ નવો માર્ગ અપનાવ્યો છે. ખેડૂતો બાલાનગર, અર્કા સહાન અને NMK-1 ગોલ્ડન જેવી સુધારેલી કલમી જાતોનું વાવેતર કરી રહ્યા છે. ટપક સિંચાઈ અને યોગ્ય છાંટણીથી અઢીથી ત્રણ વર્ષમાં જ ઉત્પાદન શરૂ થઈ જાય છે અને એક વીઘામાંથી વાર્ષિક અંદાજે 1.30થી 1.40 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. હાલ ગુણવત્તા પ્રમાણે સીતાફળના હોલસેલ ભાવ 30થી 110 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ગ્રેડિંગ અને બોક્સ પેકિંગ દ્વારા અમદાવાદના બજારોમાં સીધું વેચાણ કરી ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
જાહેરાત














