Video: કવાંટ તાલુકાના પાનવડ ગામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચાની ચૂસકી માણી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન કવાંટ તાલુકાના પાનવડ ગામેથી તેમનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આગામી કાર્યક્રમ તરફ જતા સમયે ગૃહમંત્રીએ અચાનક કાફલો રોકાવીને ચાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા એક આદિવાસી યુવાનની દુકાને ચા પીધી હતી. ગૃહમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના વહીવટી અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત















