Video: સુરતમાં ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ, બ્લેક ફિલ્મ સ્કોડા કાર ડિટેઇન કરાઈ

સુરતના વાય જંકશન સિગ્નલ પાસે એક હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સિગ્નલ સ્ટોપ થતાં કાળા કાચ એટલે કે બ્લેક ફિલ્મ લગાવેલી સ્કોડા કારને ટ્રાફિક પોલીસકર્મીએ સાઈડ પર લેવા ઈશારો કર્યો હતો. જોકે, કારચાલક યુવતીએ ઊભા રહેવાને બદલે ટ્રાફિક કર્મી પર જ ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ટ્રાફિક પીએસઆઈએ પાંચ મિનિટ સુધી કારનો કાચ ખખડાવ્યો હોવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. મામલો શંકાસ્પદ જણાતા પોલીસે કારની બંને બાજુ બેરિકેડ મૂકી દીધા હતા. પૂછપરછમાં યુવતીએ લાઇસન્સ કે અન્ય પુરાવા ન હોવાથી ગભરાઈને ગાડી આગળ લઈ લીધી હોવાનું રટણ કર્યું હતું. હાલ પોલીસે બ્લેક ફિલ્મવાળી સ્કોડા કારને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત
















