Video: કચ્છના ભારાપરમાં ત્રણ દિવસીય હાજલદાદા ભંડારા મહોત્સવની ભવ્ય તૈયારીઓ

કચ્છના ગાંધીધામ તાલુકાના ભારાપર જાગીરમાં સિદ્ધ યોગી શ્રી હાજલદાદાના સમાધિ સ્થળે 2થી 4 ડિસેમ્બર દરમિયાન ભવ્ય ત્રિદિવસીય આઠમાન બત્રીસ ધૂણી ભંડારા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. મહોત્સવમાં ભાગવત પારાયણ, દ્વાદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ, મૂર્તિ સ્થાપના અને મહાભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આયોજકોના જણાવ્યા અનુસાર સમગ્ર ભારત અને નેપાળમાંથી 5 હજારથી વધુ સંતો-મહંતો ઉપસ્થિત રહેવાની શક્યતા છે, જ્યારે ત્રણ દિવસ દરમિયાન આશરે 4 લાખ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લેશે. મહોત્સવના આયોજન માટે 23 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે અને દરરોજ સંતવાણી, ભજન તથા ડાયરાનું આયોજન કરાયું છે. 4 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંભવિત ઉપસ્થિતિ અંગે પણ આયોજકોએ માહિતી આપી છે.
જાહેરાત















