Video: મહેસાણાના છઠીયારડામાં પરિણીતાના અપહરણની ફરિયાદ, ત્રણ કારમાં આવેલા શખ્સો ફરાર

સોર્સ: gstv

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના ગોરાદરા વાસમાં પરિણીતાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદ મુજબ 27 નવેમ્બરે બપોરે અઢી વાગ્યે મોઢે રૂમાલ બાંધેલો એક શખ્સ ઘરના બીજા માળેથી પરિણીતા કશિશને બળજબરીથી ખેંચીને લઈ ગયો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા સાસુ સવિતાબેનને ધારિયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ધક્કો મારવામાં આવ્યો હતો. અપહરણકારો ત્રણ કારમાં આવ્યા હતા અને તમામ કારની નંબર પ્લેટ છુપાવવા સમાચારપત્ર લગાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદીના પુત્ર નીલ અને કશિશે 9 જૂન 2026ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી અપહરણકારો અને ત્રણેય કારની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત