Video: બોડેલીના યુવા સંમેલનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, ગેરના મેળાના માર્કેટિંગ માટે ૨.૫૦ કરોડ ફાળવાશે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કાલારાણી ખાતે આવેલ એકલવ્ય કોલેજમાં યોજાયેલા યુવા સંમેલનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. યુવાઓને સંબોધતા તેમણે જણાવ્યું કે આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા ગેરના મેળાને વિશ્વફલક પર પ્રચલિત કરવા માટે અઢી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. ગેરના મેળામાં વિદેશી મહેમાનો પણ આવે અને તેમને તમામ જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે ખાસ પ્રયાસો હાથ ધરાશે. આદિવાસી પરંપરા અને લોકસંસ્કૃતિને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવાના આ નિર્ણયથી યુવાનો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરાત















