Video: સરસ્વતીમાં MD ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત, સપ્લાયર ફરાર

સોર્સ: gstv

સરસ્વતી તાલુકાના ચારૂપ ગામના ત્રણ શખ્સોને પોલીસે MD ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. સફેદ રંગની અર્ટિગા કારમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સની હેરાફેરી કરતા ભવાનસિંહ ઉર્ફે ભાવેશ રાજપુત, મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો વિહોલ અને કરણસિંહ ઉર્ફે કલ્યો ખેંગારજી વાઘેલાને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે ૮.૨૫ ગ્રામ મેફેડ્રોન (કિંમત રૂ. ૨૪,૭૫૦), અર્ટિગા કાર, એક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ. ૫,૩૦,૨૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ભિનમાલનો મુખ્ય સપ્લાયર ઓમપ્રકાશ બિશ્નોઈ પૂરો પાડતો હોવાનું સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત