Video: લવારી શૉની કથિત બિભત્સ ક્લિપ મામલે કોંગ્રેસના નેતા કરશનબાપુ ભાદરકાનો સરકાર સામે સવાલ

કોંગ્રેસના નેતા કરશનબાપુ ભાદરકાએ લવારી શોની કથિત બિભત્સ ક્લિપ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આ ક્લિપને કલા જગતની કતલ ગણાવી છે અને કહ્યું કે આ કવિ કાગ, મેઘાણી, બાપુ અને સરદારનું ગુજરાત છે. પરિવાર સાથે નિહાળવામાં આવતા શોમાં સામાજિક ઝેર પીરસાયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ ઘટનાને ગુજરાતી સંસ્કૃતિ અને સમાજ પરનો હુમલો ગણાવી તેમણે સરકાર અને વિવિધ સંગઠનોની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા છે. કલાના નામે શરમજનક રજૂઆત કરનારાઓ સામે જવાબદારી નક્કી કરવાની પણ તેમણે માગ કરી છે.
જાહેરાત













