Video: જાફરાબાદના પીવાના પાણી માટે ગ્રામજનોની વલખાં, દૂષિત પાણીની સમસ્યાથી મુશ્કેલી

સોર્સ: gstv

જાફરાબાદના લોઠપુર ગામમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની ફરિયાદ છે કે પીવાના પાણીના નામે દૂષિત પાણી મળી રહ્યું છે, જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. પાણીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને લઈને ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોએ જવાબદાર તંત્રને પાણીના નમૂના લઈ તાત્કાલિક તપાસ કરવાની માગ કરી છે. સાથે જ લોકોને વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત