Video: હિંગોલીના માલસેલુ ગામમાં નાગરિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોમાં નારાજગી

સોર્સ: gstv

હિંગોલીના માલસેલુ ગામમાં નાગરિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. CJPના સ્થાપક અભિજિત દીપકેએ ગામની મુલાકાત લઈ સ્થાનિક લોકોની સમસ્યાઓ જાણી હતી. આ દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણીની અપૂરતી વ્યવસ્થા અને ગટર વ્યવસ્થાના અભાવ સહિતની સમસ્યાઓ રજૂ કરી હતી. રહીશોએ જણાવ્યું હતું કે મૂળભૂત સુવિધાઓના અભાવે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ પીવાનું શુદ્ધ પાણી નિયમિત મળે અને ગટર વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવી માગ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત