Video: વરેઠા MEMU ટ્રેન હવે વટવા સુધી દોડશે

અમદાવાદમાં વરેઠા ગાંધીનગર કેપિટલ MEMU ટ્રેનનો વટવા સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. વટવા રેલવે સ્ટેશનથી DRM વેદ પ્રકાશ અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ વિસ્તૃત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે ઉત્તર ગુજરાતથી અમદાવાદ, સાબરમતી, મણિનગર અને વટવા સુધી સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ચાંદખેડા રોડ, સાબરમતી, અમદાવાદ અને મણિનગર સ્ટેશનો પર નવા સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે. આ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે. 29 નવેમ્બરથી વટવા–વરેઠા અને 30 નવેમ્બરથી વરેઠા–વટવા તરફ વિસ્તૃત સેવા શરૂ થશે. ભવિષ્યમાં આ ટ્રેનને અંબાજી સુધી લંબાવવાની પણ શક્યતા છે.
જાહેરાત













