Video: નોઈડામાં મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું

ઉત્તર પ્રદેશમાં મતદાર યાદી સુધારણા માટે 29 નવેમ્બરે વિશેષ અભિયાન દિવસ યોજાયો. રાજ્યના તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો દ્વારા કામગીરી કરવામાં. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ નોઈડાની લોટસ પેનાશ હાઉસિંગ સોસાયટીમાં આવેલા મતદાન મથકોની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બુથ લેવલ ઓફિસરો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને મતદારો સાથે વાતચીત કરી કામગીરીની સમીક્ષા કરી હતી. 17 નવેમ્બરે પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ અને વિગતો ચકાસવા મતદારોને અપીલ કરવામાં આવી છે. નામ ઉમેરવા ફોર્મ-6 અને વિગતોમાં સુધારા માટે ફોર્મ-8 ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જાહેરાત









