Video: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આર્યન કેલવિનના કાર્યક્રમમાં હંગામો અને પથ્થરમારો, રાજકીય શોકને પગલે ડીજે બંધ કરાવાયું

બિહારના પટનામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આર્યન કેલવિનના ફૈન મીટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા, પરંતુ અચાનક હંગામો થતાં માહોલ તંગ બન્યો હતો. ભીડમાં સામેલ કેટલાક યુવકો વચ્ચે વિવાદ થયા બાદ પથ્થરમારો થયો હતો.. અને લોકો જીવ બચાવી ભાગવા લાગ્યા હતા. હંગામા દરમિયાન કેટલીક ખુરશીઓ પણ તૂટી ગઈ હતી અને ભીડને કાબૂમાં લેવા પોલીસને જહેમત ઉઠાવવી પડી હતી. બીજી તરફ સાંજે પાંચ વાગ્યાની આસપાસ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મંત્રી સુદિવ્ય કુમાર સોનુના નિધનને પગલે જાહેર કરાયેલા રાજકીય શોકનો હવાલો આપી ડીજે તેમજ લાઉડસ્પીકર બંધ કરાવી કાર્યક્રમ સાદાઈથી યોજવાની મંજૂરી આપી હતી.
જાહેરાત













