Video: જન્મશતાબ્દી ઉજવણીનો ભવ્ય સમાપન સમારોહ

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સંગીતકાર અને ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની જન્મશતાબ્દી ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ. ભૂપેન હજારિકાના જીવન, સંગીત અને ભારતીય કલા-સંસ્કૃતિમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે તેમની સ્મૃતિને નમન કર્યું હતું. ભૂપેન હજારિકાએ પોતાના સંગીત દ્વારા આસામની સંસ્કૃતિ અને લોકપરંપરાને દેશ-વિદેશમાં ઓળખ અપાવી હતી. જન્મશતાબ્દી નિમિત્તે આયોજિત આ ઉજવણીના સમાપન સમારોહમાં તેમની સંગીતમય વિરાસતને યાદ કરવામાં આવી હતી.
જાહેરાત














