મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નરોડામાં રોડ પર બર્થડે ઉજવણીનો વીડિયો વાયરલ

અમદાવાદના નરોડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નૈનેશ વ્યાસ નામના યુવકના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિ

તસવીર: gstv

અમદાવાદના નરોડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નૈનેશ વ્યાસ નામના યુવકના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં નૈનેશ વ્યાસ અને આકાશ ચતુર્વેદી નામના યુવકો દ્વારા જાહેર રસ્તા પર ફટાકડાની જોરદાર આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. રસ્તા વચ્ચે અચાનક મોટી માત્રામાં ફટાકડા ફોડાતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પર પણ માઠી અસર પહોંચી હતી. જાહેર માર્ગ પર નિયમોનો સરેઆમ ભંગ કરીને લોકોની સુરક્ષા જોખમાય તે રીતે કરાયેલી આ ઉજવણીનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે ગંભીર નોંધ લઈને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો