Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bogus Call Center busted for defrauding American citizens in Naroda

નરોડામાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ આચરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, બે મહિલા સહિત 7 આરોપીઓ પકડાયા

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
નરોડામાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ આચરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, બે મહિલા સહિત 7 આરોપીઓ પકડાયા
સોર્સ : gstv

અમદાવાદના નરોડા વિસ્તારમાં અમેરિકન નાગરિકો સાથે લોન સેટલમેન્ટના નામે ઠગાઈ કરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નરોડા હંસપુરા રાજચંદ્ર સર્કલ પાસે આવેલા સાહિત્ય આર્કેડમાંથી પોલીસે દરોડો પાડી 2 મહિલા અને 5 પુરુષ સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ઠગાઈથી મેળવેલા નાણાં વોલેટ-બિટકોઈન મારફતે મેળવતા 

App Store

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અમેરિકન નાગરિકોને બેન્કના વકીલ તરીકે પોતાની ખોટી ઓળખ આપતા હતા અને લોન સેટલમેન્ટ કરાવી આપવાના બહાને તેમની સાથે ઠગાઈ કરતા હતા. આરોપીઓ અમેરિકન નાગરિકોના લીડ ડેટા મેળવી ઈમેલ મારફતે લોન સેટલમેન્ટ સંબંધિત મેસેજ મોકલતા હતા. આરોપીઓ ઠગાઈથી મેળવેલા નાણાં વોલેટ અને બિટકોઈન મારફતે મેળવતા હતા. ત્યારબાદ આ રકમને આંગડિયા પેઢી મારફતે રોકડમાં રૂપાંતરિત કરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મુખ્ય સૂત્રધાર સહિત 7 પકડાયા

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 7 લેપટોપ, 8 મોબાઈલ ફોન, 2 રાઉટર, CPU અને મોનિટર સહિત રૂ. 2.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર જીગેશ ઝાલાહર સહિત તમામ 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે નરોડા પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપીઓએ કેટલા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરી હતી, કેટલું નાણું મેળવ્યું હતું અને આ ગેરકાયદે કોલ સેન્ટરનું નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું તે અંગે તપાસ કરી રહી છે.